આમ જ ક્યાંક ઉગી નીકળવું છે ,
લીલા છોડ ની જેમ
તડકો અડતા ઉઘડવું ને સાંજ થતા ઓલવાઈ જવુ છે,
આમ જ ક્યાંક ઉગી નિકળવું છે ,
બંધિયાર કુંડા અને એજ માટી
વર્ષો થી લીલ ત્યા જ બાઝી
ભમરા અને પતંગિયા ક્યાં થી આવના?
બાલ્કની મા તો બર્ડનેટ છે લાગી,
ઊડતી ધૂળ અને માટી , વરસાદ ની એ
છાંટા છાંટી
માથે ખુલ્લુ આકાશ અને અને આથમતા
સૂર્ય ની ઝાંખી
મનેય જોઈએ એવી આઝાદી,
આમ જ ક્યાંક ઉગી નીકળવું છે.

Gujarati Microfiction by Nidhi kothari : 111846206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now