બુધ્ધિ આપનાર મારી માં છે,
મારી શ્વાસે શ્વાસમાં મારી માં છે..
જીવું છું તારા આધારે,
મારી જીવાદોરી મારી માં છે..
મારા કર્મને કૃષ કરી જાણે,
મારો ધર્મ મારી માં છે..
પ્રકૃતિ રૂપે કણકણમાં સમાયેલી,
અનમોલ ધરોહર આ દેહ છે..
તું અંત અને તું જ અનંત છે,
આથી મારી આસ્થામાં પણ મારી માં છે..
ગોથા ખાઉં ભવ સાગર મહીં,
મારી નાવડી હકનાર મારી માં છે.
લાગવા દેતી નથી લાંછન જરા પણ,
મારુ ચરિત્ર ઘડનારી મારી માં છે..
તું ઈડા પિંગલા અને સુક્ષમ્ણા રૂપે,
કુંડલિની રૂપે ભીંતર મારી માં છે..
છે સાક્ષાત શાશ્વત રૂપે અનંતા,
મારી અંતે પણ મારી માં જ છે.
હોય સવાલો ઘણા અઘરા જીવનમાં!
છતાં મારા પ્રત્યેક જવાબોમા પણ મારી માં છે..
શ્રી સદગુરુ શરણમાં અર્પણ..
જય શાશ્વત..