ખુદ જહાજો એ ઘણીવાર ડુબાડી દીધા ના દાખલા છે ને તણંખલા ઓ એ ઘણા ને તારી દીધા ના દાખલા છે હસ્તી કયા હતી એક રાજા આગળ એની છતાં જાળ કાપી ઉદરે સિંહ છોડાવ્યા ના દાખલા છે છો તાકાતવર તમે પણ અન્ય ને કમજોર ના સમજતાં અહી દોડ માં કાચબા એ સસંલા ને હરાવ્યા ના દાખલા છે સાહબી પડખા ઘસે રાતભર રેશમી રજાઈ માં ને કાળી મજુરી રસ્તા ની કોરે ચેન થી સુતા ના દાખલા છે દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર ત્યારે કોઈ ની દુઆ ઓની અસર દેખાડયા ના દાખલા છે અમર કયાં રહેછે આ જગત માં કોઈ કાયમ જેના જન્મ ના દાખલા છે તેના મરણ ના ય દાખલા છે...
-Meena Parmar