બાળ ગીત
શીર્ષક - "એકડો બગડો"
આગળ ચાલ્યો એકડો;
પાછળ પાછળ બગડો;
તગડો કે મને સાથે લ્યો,
તમારાં બધાંથી હું તગડો;
ચોગડે લીધું સ્કુટર તો,
વાંહે બેસી ગ્યો પાંચડો;
છગડાની છાતી છપ્પન,
કિસ્મત વાળો છે સાતડો;
આઠડાનો એક છેડો વાંકો,
લાગે કેવો મજાનો આઠડો;
બોલે એના બોર વેચાય તો,
મૌનનો ગુણ શિખવે નવડો;
શુન્યને ન ઓછું આંક "વ્યોમ"
સાથે રહી દામ કરે દસ ગણો;
..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, કચ્છ.