🙏🏾
ખીચામાં મુકેલી પેન
કોઈ માંગી લે તો,
આપણું ખુન ઉકળી જાય છે.....
આ દિકરીવાળા પણ
શું જીગર રાખે છે "સાહેબ",
કાળજાના કટકાને અજાણ્યા હાથોમાં સોંપી દે છે..
દિકરીઓ રમકડું નથી હોતી સાહેબ,
પિતા તો ફકત પ્રેમથી જ
ઢીંગલી કહેતા હોય છે...
🙏🏾
સવારે દીવો કર્યા વગર ઘરની બહાર જવાય પણ દીકરીને વહાલ કર્યા વગર નીકળી જઈએ તો આખો દિવસ કંઈ ખૂટ્યા કરે...
🙏🏾
પુત્રી ને વહાલ કરતા પિતા નુ દ્રશ્ય મંદિર ની આરતી જેવુ હોય છે...ભલે દૂર હોઈએ પણ માથુ નમી જ જાય.
🍃🍂
દિકરી સાથે ગાળેલી ક્ષણો એ બાપનો ખજાનો છે .....એ ચિર સ્મરણિય બની રહે છે ....એનો આનંદ અનેરો છે ....એની તોલે બીજું કશું આવી શકે તેમ નથી .
🙏🏾
દિકરી ની જીદ સામે હારી જવાનો
આનંદ જ કંઈક ઓર છે,,,
જરા ધ્યાન થી જોશો તો ખબર પડશે...
જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ તમારું જ પ્રતિબિંબ છે........👌👌
*"પુત્રી એટલે માણસના પુણ્ય ની પરમાત્માએ આપેલી પાવતી"*
Courtesy:Bhaskar Shukla