મન પર ભાર હોય તોય હું મોં પર,
સ્મિત રાખી ફરું છું.
કનડે કોઈ વાત મને તોય હું મોં પર,
સ્મિત રાખી ફરું છું.
મનમાં અઢળક મૂંઝવણો હોય તોય હું મોં પર,
સ્મિત રાખી ફરું છું.
જવાબદારીના બોજા નીચે દબાયો હોય તોય હું મોં પર,
સ્મિત રાખી ફરું છું.
પથ્થરદિલ, કઠોળ જેવાં ઉપનામ મળે તોય હું મોં પર,
સ્મિત રાખી ફરું છું.
હદયમાં વ્યથાઓ હોય અપાર તોય હું મોં પર,
સ્મિત રાખી ફરું છું.
હા હું એક પુરુષ,
નથી કહેતો કોઈને મારું દુઃખ,
બસ રોજ,
મોં પર સ્મિત રાખી ફરું છું.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan