ખુબજ સુંદર કવિતા
"મા થઈ ફરવાનું"
અણગમતું પણ એની ખાતર
ક્યારેક ગમતું કરવાનું.
હથિયાર વગર સંતાનો પાસે
રોજ સિકંદર બનવાનું.
ખૂબ જ અઘરું લાગે ભલે
મા થઈને ફરવાનું.
જીવન આખું દરીયો છે,
તોફાન ભલેને આવે,
બહાદુર છે એ જ ખરાં જે
એમાં નાવ ચલાવે
આવી હિંમત દીકરાને દઈ
ખુદ અંદરથી ડરવાનું.
ખૂબ જ અઘરું લાગે ભલે
મા થઈને ફરવાનું.
સાત નહીં સત્તાવીસ કોઠા
પણ હું જીતી જાણું,
હારી જ્યારે આવ્યું ટાણું
દીકરીના સગપણનું.
દિલમાં અનરાધાર વરસે,
ને ઉપરથી હસવાનું
ખૂબ જ અઘરું લાગે ભલે
મા થઈને ફરવાનું.
નવી નવેલી વાતો એની
આપણને ના ફાવે,
રીત રીવાજો જુનાં જુનાં
એ પણ ના અપનાવે,
ત્યારે એવું લાગે જાણે
સામા વહેણે તરવાનું.
ખૂબ જ અઘરું લાગે ભલે
રચયિતા:અજ્ઞાત
સૌ માતાઓને સમર્પિત
💐💐💐