Gujarati Quote in Story by Kinjal Sonachhatra

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કિશોર

એક બાળક માત્ર સાત વર્ષ ની ઉંમર માં એકલું ટ્રેન ની સફરે જતું જોઈ ને એક દંપતી ને વિચાર આવે છે અને એકબીજા સાથે વાત છે.

"કેમ આ બાળક એકલું હશે?"

"પૂછીએ?"

"હા! તમે પૂછો."

બાજુ માં ઉભેલા બાળક ને પૂછે છે,
"બેટા! તું એકલો કેમ? તારા માતાપિતા ક્યાં છે?"

"મારાં પિતા તો એક વર્ષ પહેલા જ ગુજરી ગયા. હું મોટો છું. મમ્મી નાની બેન ને ઘરે સાચવે છે અને હું અત્યારે બીજા ગામ ભણવા જાવ છું ત્યાં થી એક કારખાને જઈશ."

આટલુ સાંભળી દંપતી ની આંખ માં આસું આવી ગયા.

બહેન એ પૂછ્યું,
"બેટા! તને ભણવું ગમે?"

"હા! મને બઉ ગમે. પણ..."

"શું પણ? અહીં બેસ મારી બાજુ માં."

"હા!"

બાળક રડવા લાગે છે.
બહેન તેને પાણી આપે છે ને પૂછે છે.
"બેટા! બોલ તને શું જોઈએ? હું તને અપાવીશ. તું ચિંતા નહિ કર."

"મારાં ઘરે જમવા નું, મારી બેન ને દૂધ નથી આપી શક્તિ મારી માઁ."

દંપતી મન માં વિચારે છે કે જો કોઈ બીજું બાળક હોત તો તે રમકડાં કે કોઈ બીજી વસ્તુ ની માંગ કરત પણ બાળક બહુ સમજુ લાગ્યું.

"કાંઈ વાંધો નહિ બેટા! તું ચિંતા નહિ કર."

બાળક ને એ દંપતી થોડો નાસ્તો કરાવે છે. તેની સ્કૂલ પર જાય છે અને વાત કરે છે. તેનો ભણવા નો બધો જ ખર્ચો ઉપાડવા ની જવાબદારી પોતે લે છે.

બાળક ની સાથે તેના ઘરે એ દંપતી જાય છે. તેની માતા બાળક ને જોઈ ને થોડી ચિંતા માં આવી જાય છે. અને પૂછે છે.
"શું કર્યું મારાં દીકરા એ? તમને હેરાન કર્યા કાંઈ? એવુ કાંઈ હોય તો માફ કરી દેજો. હજુ એ નાનો છે."

"બહેન તમે થોડો વચ્ચે શ્વાસ લો. કાંઈ જ કર્યું નથી તમારા બાળક એ. બહુ જ સમજદાર બાળક છે. અમે તેને ટ્રેન ની સફર માં મળ્યા. અને અમે તેને પૂછ્યું કે, બેટા તારે શું જોઈ છે? ત્યારે તેને શું માગ્યું ખબર છે?"

"શું? સાઇકલ માંગી? બેટા એવુ ના કહેવાય કોઈ ને!"

"ના! બહેન. તેણે અમારા પાસે ઘરે જમવા નું નથી એ અને તેની બહેન ને તમે દૂધ પીવડાવી સકતા નથી બહાર થી લઇ ને એ માગ્યું. તમારું બાળક સાચે જ બહુ જ લાગણીશીલ અને સમજદાર છે."

આ સાંભળી બાળક ની માતા ની આંખ માં હરખ ના આસું આવી જાય છે.

"બહેન હું આ શહેર માં કારખાનું ચાલવું છું. જો તમને ખરાબ ના લાગે તો એક વાત કહું."

"હા! ભાઈ કહો ને."

"હું તમારા ઘર માં જે પણ રાસન જોશે આખા વર્ષ નું તે આપવા માંગુ છું. ઘર ના બધા જ ખર્ચા તમે મને કહી શકો છો જે કાંઈ પણ જરૂર હશે. આ બાળક ને અત્યાર થી તમે કામ કરવા માં મોકલો અને બાળક ના ભણવા ની બધી જ જવાબદારી હું લેવા માંગુ છું. બાળકી પણ મોટી થશે તો જ્યાં સુધી તેણે ભણવું હશે હું બધો જ ખર્ચો ઉપાડવા તૈયાર છું."

આ સાંભળી ને માતા હરખ માં રડવા લાગે છે. અને કહે છે, "બેટા! જો તારા જેવો દીકરો બધા ને હોય તો કોઈ માબાપ - બહેન દુઃખી ના થાય."

Gujarati Story by Kinjal Sonachhatra : 111844773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now