Gujarati Quote in Jokes by Dr. Bhairavsinh Raol

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસે તેનું ઘર 🏡 વસે

સાૈથી હોશિયાર માણસ એ છે...

જે ટોઇલેટમા બેસતાં પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહીં....

બાકી આર્ટસ, સાયન્સ અને કોમર્સ તો ઠીક છે મારા ભાઈ ....

😀😜🤣

પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હું કરી આપીશ.

પત્ની: એવા ખોટા અખતરા ના કરતા. એમ વીડીયો જોયે કાંઇ ના આવડે હો!

પતિ: તો તું શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?

😄😄😀

હું કહું છું...

આ તીન પત્તી ની રમત ને
ઓલમ્પિક માં સામેલ કરો,
ગુજરાતી દર વખતે ગોલ્ડ લઈને આવશે

🤣🤣🤣

પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું... તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી...

પતિ :- હવે તો એક જ ઉપાય છે... "પોસ્ટમોર્ટમ" કરાવીએ...!!

🥵🥸🥰

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા'તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ...?
પતિનો નિર્દોષ જવાબ :
"એણે" હજી કંઈ કીધું નથી..!

😳🥺😜

છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય "કાગડી" ના જ થાય...

😜🤣🤯

એક મોટું અચરજ.....
ઘેર પીઝા મંગાવે ને
બહારગામ થેપલાં લઇ જાય...અમે ભાઇ ગુજરાતી.!

🤡🥳😜

સુધરેલો ગુજ્જુ :- ડો.સાહેબ, મને છેલ્લાં કેટલાંક વિક થી વધારે પડતી વિકતા મહેસૂસ થાય છે..!!

😂🤣


લગન કરેલા માણસ ને એડજેસ્ટમેન્ટ ની એટલી આદત પડી ગઈ હોય છે કે...... ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડ ના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય...

😂🥸🤣🤣

ગુજરાતનો ૧૬૦૦ કિ.મી દરિયો છોડીને દીવ ફક્ત ન્હાવા માટે જાવ છો એ વાત માનવી મુશ્કેલ છે... !

😂🤓🥰

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!
જેના લગન થઇ ગયા છે એને ય ભાગવા નું મન થાય છે!

🥵😭😜🤡🥳🇮🇳

એક મેડમનું નામ નમ્રતા હતું....

તેના પતિ એને લાડથી " નમુ " કઈ ને બોલાવતા...
અને હંમેશા કે'તા
કે " નમુ " મારી છે અને હું
નમુનો છું....!!!

😂😂😀

મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં.

બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે....

મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે...

😂🤣🤪

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે
જેટલું પાણી ઊડે......
એટલો વરસાદ કાલે
અમારે ત્યાં પડેલો

😆😆😆

સામેવાળો મનમાં બબડયો, "આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિ' કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં
મોસમનો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં

😀😄🤣

Gujarati Jokes by Dr. Bhairavsinh Raol : 111844545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now