હાસ્ય નો ફૂવારો
એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા...
મે કીધું: "શું ખાવ છો..?"
તો કહે: "સિંગ અને ચણા.."
મેં હાથમાં જોયું તો કાંઇ નહતું...!
મે કીધું: "આમાં તો કાંઇ નથી..?"
તો મને કહે કે:
"એતો મનમા ને મનમા ખાવ છું...."
મે કીધું "મુર્ખા, મનમાં જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને....."
વિચારમાં પણ લોભિયાવેડા
😂😂😜
એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.
બહેને કહ્યું : "તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે..."
ભિખારીએ કહ્યું : "મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !"
😄😂😃
પત્ની : "સવાર પડી ગઈ.... ઉઠો, ફટાફટ હું ભાખરી કરું છું"
પતિ : "હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને.."
😂😄😄
પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે...?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર.."
પત્ની : "લીન્ક મોકલો.!!."
😀😀😝
સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો
પ્રશ્ન...પૂછ્યો...
"ઈંગ્લીશ...આવડે છે....?"
ઇન્ટરવ્યૂ આપનારે...સામે પૂછ્યું.....
"શું ચોર.....વિદેશ...થી આવવા ના છે...?"
🤣🤣🤣
કરસન કાકા: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?
પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો...!
કરસન કાકા: ધીરજ કોણ ?
પપ્પુ: કેમ તમે કહેતા હતા ને કે
ધીરજનાં ફળ મીઠાં હોય છે...!!!
😄😄😄
શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?
ભૂરો - જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે.
😀😀😀
કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાન ના દર્શન કરી લે...
તેને "માર્ગદર્શન" કહેવાય.
🤣🤣🤣
અમે ગુજરાતી કોઈ ની પર ભરોસો કરતા નથી ...
કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડી ને પુછી લઈએ ....
"ભાઈ સુઈ ગયો હતો ?"
😂😂😂
બપોરે પ્રેમ થી પીરસાયેલા ભાત ને
જ્યારે તમે ના પાડો છો,
ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે વઘારેલા ભાત ને હા પાડો છો...
😀😀😀