🌹🎈બાળ દિવસની હાર્દિક શુભકામના 🎈🌹
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
મન ફરી આજ નાનપણમાં જાવા માંગે છે;
માના હાથે ફરી એક કોળિયો ખાવા માંગે છે;
લડતાં ઝગતાં, સવારે કિટ્ટા તો સાંજે બૂચા,
ફરીથી મિત્રો સાથે એમ એક થાવા માંગે છે;
તળાવ પાળે વડલાથી કેવા મારતા ભૂસકા!
પાછા મિત્રો સંગે તળાવમાં ન્હાવા માંગે છે;
ના સાંભળતા એક, કરતાં કાયમ મનમાની,
મળતો જે બાપાનો ઠપકો એ ખાવા માંગે છે;
છોડીને મોટાઈ, ગાઈએ કોઈ બાળ ગીત,
રાગડા તાણતાંય બાળ ગીત ગાવા માંગે છે;
વિત્યો સમય નથી આવતો પાછો "વ્યોમ"
મિત્રો સાથે એ સમય પાછો લાવા માંગે છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.