Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દુઃખની પોટલી બધાની સરખી….*

પોતાને પડતા દુઃખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સૂતા પહેલા ફરિયાદકરી રહ્યોહતો કે પ્રભુ મને જ કેમ દુઃખ આપે છે? મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે.

એ રાત્રે સૂતા પછી આ ભાઈને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે જોયું કે એક બહુજ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઇ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુઃખોની પોટલી સાથે લઈને આવવાની સુચના મળી હતી આથી બધા પોતાની સાથે દુઃખોની પોટલી પણ લાવ્યા હતા. પરંતુ સ્વપ્નું જોઈ રહેલા આ માણસને આશ્ચર્ય થયું કે તે જેને સુખી ગણતો હતો તે બધા પાસે પણ દુઃખોની પોટલી હતી અને વળી બધાના દુઃખોની પોટલી સરખી જ હતી. વધુ આશ્ચર્ય ત્યારે થયું જયારે એમણેમંદિરનાપૂજારી, મસ્જિદના મૌલવી, ચર્ચના પાદરી, ગામનાસૌથીઅમીર નગરશેઠ વગેરેને પણ પોતાની દુઃખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા.

બધા ભેગા થઇ ગયા એટલે આકાશવાણી થઇ કે હવે તમે બધા તમારા દુઃખની પોટલી દીવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુઃખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટી પર પોતાના દુખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી આકાશવાણી થઇ કે હવે તમારે જે કોઈની પણ દુઃખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો. બધાને પોતાના દુઃખની પોટલી બદલવાની છૂટ છે.

સપનું જોઈ રહેલા માણસને થયું કે નગરશેઠની પોટલી ઉપાડી લઉં! પણતુરંત વિચાર આવ્યો કે એ પોટલીમાં કેવા પ્રકારનું દુઃખ છે એ મને ક્યાં ખબર છે? મારી પોટલીમાં રહેલા દુઃખથી કમસેકમ હું પરિચિત તો છું અને મારા પોતાના દુઃખ સાથે ઘણા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહુ ડર પણ નથી લાગતો પોતાપણું લાગે છે. . . .લાંબુ વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઈ પોતના દુઃખની પોટલી લઇ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો. . . .અને હા ! બાકીના બધા લોકોએ પણ એમ જ કર્યું.

આપણે બીજાના હસતા ચહેરા જોઇને વધુ દુઃખી થઈએ છીએ પણ દરેક હસતા ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે. એ દેખાતો નથી. ચહેરો તો આપણોપણ હસતો જ હોય છે પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઈ નથી શકતા.

*“ હુંએટલા માટે હસું છું, કયાંક પેલું સંતાડી રાખેલું આંસુ ગફલતમાં ટપકી પડે નહિ.”*

Gujarati Motivational by Umakant : 111844114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now