Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા, સાચું છે, હવે પહેલાં જેવું લખાતું નથી!
શબ્દો ને અક્ષરો છૂટતા જાય છે!
સતત સ્મૃતિમાંથી ભૂંસાતા જાય છે.
હા હવે એકલતા મારી મને વ્હાલી લાગે છે..
કેમ કે એમાં હું ખુદને જ મળી લઉં છું..
ખરું કે ખોટું સાબિત કરવું પણ ગમતું નથી..
હવે નકામી વાતોને હ્રદયે પૂર્ણવિરામ છે.
એવું નથી કે જિંદગી મારી નિરસ છે.
દુઃખ એનું જરૂર છે બધું છે,
છતાં, એક જ વાતનું દુઃખ છે..
હશે ઋણ સંબંધ જરૂરથી કોઈ
સ્મૃતિમાં સતત તમારું ભળવું,
હૃદયના બારણે આવી દસ્તક દેવું.
કેમ સ્મરણ તમારું ભુલાતું નથી!
લાગે છે મને એવું કે ભૂલીશ તો ભવ વીતશે,
પછી, ભૂલતા વર્ષોના વરસ લાગશે!
પણ સાચું કહું તો હવે,
પહેલા જેવું યાદ પણ રહેતું નથી.
રાખું છું રોજ હું ખુદને વ્યસ્ત કે
ના લખી શકું અક્ષરોને
ક્યારેય પણ ડાયરીના પાના પર,
પણ આ ચંચળ મન છે કે
આ વાત સ્વીકારી શકતું નથી!
હા,સાચું છે કે હવે પહેલા જેવું લખાતું નથી.
છૂટી રહ્યું છે, છૂટી ગયું છે!
પળની જેમ કંઈ સરખી ગયું છે!
પણ શું એ કંઈ સમજાતું નથી!
અશક્યને શક્ય કરવાની જીદ કરી,
જાણતા હતા છતાં અજાણ બની રહ્યા અમે,
પણ હવે કોઈ જીદ કરવાનું ગમતું નથી.
સમજી ગયા જ્યારથી જિંદગીની ફિલોસોફી
બસ, મૌન બનીને રહી ગયા અમે!
સમયની સાથે બદલાતા ગયા,
પણ ખુદને ના બદલી શક્યા અમે..
રહી ગયા ભોળા દુનિયાની અંદર
સંબંધ સાચવવામાં કિંમતી સમય ગુમાવી બેઠા અમે..
છતાં મને આ વાતનો ક્યારેય અફસોસ નથી!
હા, સાચું છે ખુદને ભૂલતા રહ્યા અમે,
ખુદને ભૂલતા રહ્યા અમે...
આ વાત સમજતાં વાર લાગી..
સમજણે થોડાં કાચા રહ્યા,
પણ સમય સાથે સમજી ગયા અમે..
માન છે ખુદ પર સંબંધોની દુનિયાને
આખરે ઓળખી ગયા અમે..
આ વાત હું સમજી ગઈ છું,
પણ તમે સમજી શક્યા કે નહીં!
એ મને ખબર નથી!
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111843664
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now