એમ કૈં જીભે વસીને ચાલ્યા ના જવાય પ્રભુ.
ક્યારેક શરણાગત સન્મુખ પ્રગટ થવાય પ્રભુ.
ક્યારનોય કરું પ્રતિક્ષા દશાનનથી ઘવાયેલો,
કરીને યાદ જટાયુ નિજ હસ્તે પંપાળાય પ્રભુ.
સાંભળ્યું છે ઘણા તર્યા છે તમારા નામ લઈને,
ગંગા ઊતરવા કાજે કેવટ પાસે અવાય પ્રભુ.
વસું છું લંકામાં દૃષ્ટોની વચ્ચે તમારા આશ્રયે,
શરણાગત વિભીષણને આવી અપનાવાય પ્રભુ.
રામ તો આપ ઘણા સમયથી રહ્યા છો પ્રભુ,
ક્યારેક રૂપ હનુમંતનું તમારાથી ધરાય પ્રભુ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.