Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - "સબંધ"

કાચા પડ્યાં છે જે હમેશાં સબંધો સાચવવામાં;
આજ પારંગત થયાં છે જોવો પતંગો કાપવામાં;

હું ભાવનામય બનીને સાચવતો રહ્યો હર સબંધ,
અને એ વ્યસ્ત રહ્યાં સંબંધોના છેદ ઊડાડવામાં;

પ્રથમ કદમ આગળ ધરીને પણ અનુભવી લીધું,
માન નથી જળવાતું હર વક્ત આગળ વધવામાં;

ઘણી વખત તો મને એવું પણ લાગ્યા કરે છે, કે!
વ્યર્થ હતું સામે ચાલી એ સ્વજનોને મનાવવામાં;

દિન બ દિન બન્યાં સબંધ બનાવટી ફુલો સમાન,
મજા ક્યાંથી આવે કાગળના ફૂલોને મહેકાવામાં?

વાણી વિચારોમાં પણ ક્યાં રહી કોઇ સ્વતંત્રતા,
જોખવાં પડે શબ્દો હવે અંગતો સંગ બોલવામાં;

બનાવ્યાં છે હર સબંધ હૃદયથી ભગવાને છતાંય,
રડે છે એ જેણે બતાવી વફાદારી નિભાવવામાં;

લાગે ના ઊંડા ઘાવ જ્યાં સુધી હૃદયમાં "વ્યોમ"
ત્યાં સુધી મોજ ના આવે કોઈ ગઝલ લખવામાં;

મોહ-માયા, દંભ-અહંકાર છોડી બાજુમાં "વ્યોમ"
મજા તો છે બધું ભૂલીને સબંધોને જાળવવામાં;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111843333
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now