વિષય : ઈર્ષા.
કેમ છો બધાં. હું બહુજ મસ્ત અને વ્યસ્ત છું.પણ મને લખવા ગઝબ નો શોખ છે, એટલે એની માટે હું સમય નીકાળી લઉં છું. આપણને ને જે કરવું ગમે એ કરવામાં મજા છે.
આપણે હંમેશા અમુક વસ્તું થી ગુજાર્યા હોય છે.
ઉદાહરણ તરીકે આપણે નીચે જોઈએ.
૧. કોઈ ને તમારા થી અનહદ ઈર્ષા છે.
૨.કોઈ ની નજર માં તમે સતત સતત ખટકી રહ્યાં છો.
૩.કોઈ ને તમારાં થી કોઈ સ્વાર્થ છે. કોઈ ને લોભ તો કોઈને મોહ છે.
૪. કોઈને તમારાં થી ઘૃણા છે.
૫. અને કોઈ તમારી ખુશી ને હજમ નથી કરી શકતું
જ્યારે અમુક લોકો કોઈની સતત ધૃણા અને ઈર્ષા નાં શિકાર બનતા હોય છે. ત્યારે આવા લપો ફીલ કરે છે સાલું મે શું બગાડ્યું છે આવા લોકો નું? મારા જોડે આવું કેમ થાય છે.? જે વ્યક્તિ તમાંરા જોડે અસભ્ય વર્તન કરી રહ્યું છે, એની માટે કે કોઈ બીજા માટે તમે ક્યારે કંઈ ખોટું બોલ્યા નથી હોતાં નાં ખોટું વિચાર્યું હોય છે.
અમુક લોકો માનસિક રીતે કેટલા પણ સ્ટ્રોંગ કેમ નાં હોય. જ્યારે કોઈ વારે વારે નીચું બતાવે ત્યારે માણસ નાં આત્મસન્માન ની ઉપર વાર થતો હોય છે. અને એક સ્વાભિમાન અને પોતાનાં સિદ્ધાંતો ઉપર જીવવવા વાળો વ્યક્તિ ક્યારે એ વસ્તું સહન નથી કરી શકતો.
ચાલો જાણીએ એ તમને ક્યારે ખબર પડે કે સામેવાળો વ્યક્તિ તમાંરા ઉપર ઈર્ષા કરી રહ્યો છે.
⚫સૌથી પહેલાં આવા વ્યક્તિ તમારી સૌથી સારી વસ્તું ને ખરાબ કહેવાના છે.
⚫આવા વ્યક્તિ પોતાની જાત ને તમાંરા સાથે સરખામણી કરવા લાગે છે.
⚫આવા વ્યક્તિ લોકો ની ભીડ માં તમને ને અકારણ અપમાનિત કરે છે (Humiliated).
⚫આવા લોકો નો ડર હોય છે તમે એનાથી આગળ નીકળી જાશો.
⚫આવા વ્યક્તિ તમારા દોસ્ત નાં વેશ માં તમરા સૌથી મોટાં શત્રુ હોય છે.
⚫આવા લોકો આવું કેમ કરે છે તો એનું કારણ એ છે કે....એમને એવું લાગે છે મારું વર્ચસ્વ ઓછું કરવા જઈ જશે.
⚫પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા, પોતાનું હું પણા ને સંતોષ આપવા બીજાને સતત અપમાનજનક ટોન માં વાત કરે છે
"એક વસ્તું બહું યાદ રાખવા જેવી છે કે દોસ્ત નાં વેશ માં છુપાયેલાં શત્રુ ને જેટલું જલ્દી ઓળખી લેવું જોઈએ. આવા વ્યકિત બહુજ અસંતોષી સ્વભાવના હોય છે."
ક્યારે વિચાર્યું એવાં ક્યાં કારણો છે જેનાથી કોઈ વ્યક્તિ તામરા ઉપર કારણ વગર ઈર્ષા કરે છે.
❤️સૌથી પહેલું કારણ છે, તમારું જીવન માં આગળ વધવું.
❤️આવા માણસો ને ખબર હોય છે કે એ તમારા જેવા ક્યારે બની નહીં શકે.
❤️સમય ની સાથે તમારા જીવન જીવવાની શૈલી માં ફર્ક આવે છે અને આ ફર્ક ને અમુક લોકો સ્વીકારી નથી શકતાં અને તમને નીચું બતાવે છે તમારા ઉપર ઈર્ષા કરે છે
❤️જો તમારું વવ્યક્તિત્ત્વ પ્રભાવશાળી છે બસ આ વસ્તું છે જેથી લોકો ની નજર માં તમે ખટકતાં રહો છો.
હવે આવા વ્યક્તિ થી નું સતત નકારાત્મક પ્રભાવ આપણા મેન્ટલ હેલ્થ માટે ખરાબ થઈ છે આના સાઈડ ઈફેક્ટ એ છે કે આપણે આપણાં જાત ને કોસ્વા માંડીએ છે.
⚫મારામાં એવી શું કમી છે અમુક લોકો મને આટલું નાપસંદ કરે છે.
⚫માણસ નો આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક હણાય છે.
⚫જ્યારે માણસ જો આત્મવિશ્વાસ હણાય અને આત્મસન્માન હણાય ત્યારે એ અંદર થી ભાંગી જતો જોવા મળે છે.
આવા વ્યક્તિ થી દૂર સારા.👍