આ જીવન મારું હરિવર તારાં ચરણે.
હો સારું કે નઠારું હરિવર તારાં ચરણે.
ખૂબ ભટક્યો ભવાટપે ફેરા લખચોરાસી,
સર્વદા તારું વિચારું હરિવર તારાં ચરણે
નૈનપ્યાસી દરશન કાજે દીનબંધુ દયાળુ,
તારા પર હું વારું હરિવર તારાં ચરણે.
આત્મદાહે અબ્ધિવાસી આરાધું આજે,
મને નામસ્મરણ પ્યારું હરિવર તારાં ચરણે.
સહજ સર્વસમર્પણ સાકેતવાસી શ્રીનાથ,
તુજસમ કોને હું ધારું? હરિવર તારાં ચરણે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.