ગ્રહણ
સુના હાથોમાં મારા હતાં નહીં આજે મારાં પ્યારા લાલ(બંગડી) ચિતલ;
કદાચિત એટલે જ જલાવી રહી હતી મને આં પૂર્ણિમાની ચાંદની શીતળ
આં લાલ ચિતલ વગર લાગે છે મારાં હાથોનું આં સોનું, બની ગયું છે પિત્તળ
દેવ દિવાળીએ, પૂનમના ચંદ્રમાંનું છે આજે ગ્રહણ, અને નદીના નીર છે તેજ અને ચંચળ
ઓહાપો આં કેવો આવ્યો જીવનમાં, તારા મૌત પછી રોજ મરું છું હું તલ-તલ
અચાનક રસભરેલું સફળ જીવન લાગે છે નીરસ અને નિષ્ફળ
અને તું, કહીં દૂર બેઠો આકાશેથી જોતો હશે, કેવી દઝાડે છે મને આં ચાંદની શીતળ.
અનાર