Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવોને હરિ આંગણે કરીએ વધામણાં.
આવોને હરિ આંગણે સાકાર થાય શમણાં.

હેત ભરીને હૈયે શબ્દો સ્તુતિના ઉચ્ચારીએ,
તમથી અધિક અવર કોઈને ના હરિ ધારીએ,
ફૂટી રહ્યા ઉરે અંકુર પ્રભુ અમારે પ્રેમભાવ તણાં...1

નાતો હોય નાથથી જન્મોજન્મનો અમારે,
એથી જ તમને કહેવાનું હરિવર વારેવારે,
વિયોગની વેદનાથી થતાં હૈયે જાણે કે તાપણાં..2

અપરાધો હશે અમારાથી થતા ડગલેને પગલે,
પ્રાયાશ્ચિતની ઉર અગનથી દિલ કેટકેટલું જલે !
તમારાં તોયે પરમપિતા માનવ છીએ અમે વામણાં..3

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111842590
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now