શું લખું!? યાદ લખું કે ફરિયાદ લખું,
ચાલ, આજે મારા મનની વાત લખું..
માફી! રાજી લખું કે નારાજી લખું,
નથી ખબર દરેક ક્ષણે કેમ પ્રત્યક્ષ લખું?
ના ક્ષણમાં જપુ કે ના પળમાં જપુ!
મારી પ્રત્યક્ષ શ્વાસે તારું નામ જપુ..
હું અંતમાં પણ તને અનંત લખું,
નશ્વર દુનિયામાં શાશ્વત પ્રતિક્ષા કરું..
દર્શના રાધે રાધે