કાનુડો મારાં હૈયામાં છે સમાયો...
કાનુડો મારાં રુદિયામાં સમાયો...
જીવન મારું તારાં નામે.,(2)
છોડી દીધું સઘળું તારાં કાજે..
શ્વાસે શ્વાસે બસ તારું નામ (2)
શ્યામ મારાં જીવનનો આધાર...
હો.... શ્યામ મારાં....
ભરોસો એક તારો છે કાન્હા, (2)
તું જ મારું જીવન છે કાન્હા, (2)
માટીની કાયા છે આ કાન્હા(2)
ભળી જાઉં તારામાં હું કાના (2)
વેર ઝેર ભુલીને બસ ,
કાનામય બની જાઉં (2)
હો.... કાનામય બની જાઉં...
કાનુડો મારાં...
કાનુડો મારાં....
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan