શીર્ષક -"મને ક્યાં વાંધો છે?"
તમે મને મળો કે ના મળો, મને ક્યાં વાંધો છે?
મન પડે એ કરો અટકળો, મને ક્યાં વાંધો છે?
હું તો રહ્યો ભાઈ સાવ એક સીધો સાદો બંદો,
ભલેને સમજો તમે અતડો, મને ક્યાં વાંધો છે?
સીધા રસ્તે હું ચાલું, સીધી લીટીમાં વાત કરું!
તમે ભલે આડે રસ્તે ચડો, મને ક્યાં વાંધો છે?
મેં બાંધ્યોં કર્મોનો ભારો એ સાથે લઈને જઈશ,
તમ તમારે તમે દોલત ભરો, મારે ક્યાં વાંધો છે?
સદા મળશે મારા હૃદયમાં મીઠો આવકાર "વ્યોમ"
તમારી અનુકૂળતા એ પધારો, મને ક્યાં વાંધો છે?
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.