Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'કરતાં જાળ કરોળિયો,
ભોંય પડે વારંવાર'
આ તો આપ સૌએ વાંચ્યું જ હશે! ભણવામાં જ આવતું હતું ને? આના પરથી એટલું તો સમજાયું કે કોઈ પણ પ્રયત્ન ક્યારેય નકામો નથી હોતો. કોઈ પ્રયત્ન નિષ્ફળતા અપાવે છે, પરંતુ ઘણું બધું શીખવી જાય છે, જ્યારે કોઈક પ્રયત્ને સફળતા મળી જાય છે, પણ ત્યારબાદ એને ટકાવી રાખવા ઘણાં પ્રયત્નો કરવા પડે છે.
જેમ કરોળિયો પોતાનું જાળું બનાવતાં બનાવતાં વારંવાર પડી જાય છે છતાં પણ હિંમત હાર્યા વિના જાળું બનાવીને જ જંપે છે, તેમ જો દરેક વ્યક્તિ પોતાનાં લક્ષ્ય તરફ જ આગળ વધવાનું વિચારે તો રસ્તામાં આવતી દરેક મુસીબતો એક પ્રેરણા બની રહેશે.
લક્ષ્ય તરફ આગળ વધવું જરુરી છે. મુસીબતો તો આવ્યાં કરે, હિંમત જ મહત્ત્વની છે.

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111842259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now