Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણાં સૌરમંડળમાં દરેક ગ્રહ ઉપર ઉલ્કાપિંડો ટકરાતા હોય છે! આપણે પૃથ્વી સિવાય માર્સ(મંગળ) ગ્રહ ઉપર પણ આ ઉલ્કાપિંડોની અસરને જોઈ શકયા છીએ!
માર્સ ઉપર પણ કંપનો ડિટેકટ કરવામાં આવ્યા છે જેમ આપણી પૃથ્વી ઉપર આવા કંપનોને 'અર્થકવેક(ધરતીકંપ) કહે છે તેમ માર્સ ઉપર થતાં કંપનોને 'માર્સકવેક' કહે છે! માર્સના પેટાળમાં વોલ્કેનિક(જ્વાળામુખી) એક્ટિવિટી સક્રિય હોવાનું મનાય છે અને માર્સકવેક માર્સના પેટાળમાં થતી આ વોલ્કેનિક એક્ટિવિટીને કારણે થાય છે! ૨૪ ડિસેમ્બર, ૨૦૨૧ના ​​રોજ, 4 ની તીવ્રતાના માર્સકવેકથી લાલ ગ્રહ હચમચી ગયો હતો જેને નાસાના 'ઈન્સાઈટ લેન્ડર' ધ્વારા ડિટેકટ કરવામાં આવ્યો હતો!

નાસાનું માર્સ 'રિકોનિસન્સ ઓર્બિટર' જે ૨૦૦૬ થી મંગળની કક્ષા(ઓર્બિટ)માં છે અને આ ઓર્બિટરે માર્સના હજારો ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યા છે! હવે આ ઓર્બિટર દ્વારા લેવામાં આવેલા કેટલાક ફોટાઓમાં ૪૯૨ ફૂટ પહોળો અને ૭૦ ફૂટ ઊંડો એક ક્રેટર(ખાડો) જોવા મળ્યો હતો જે તે જ જગ્યાના પહેલાંના ફોટાઓમાં જોવા મળ્યો નહોતો એટલે કે તે ક્રેટર હાલમાં જ અસ્તિત્વમાં આવ્યો હોવાની પૂરેપૂરી શક્યતા હતી! તો હવે આ ક્રેટર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો હતો તેની જાણકારી પણ હવે આપણી પાસે છે!

આ ક્રેટર એક ૩૭ ફૂટના ઉલ્કાપિંડની ટક્કર ધ્વારા જ અસ્તિત્વમાં આવ્યો હતો! આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે તેના કારણે તે ક્રેટર માંથી મટીરીયલ (ધૂળ અને પથ્થરો) ૩૭ કિલોમીટર દૂર ફેંકાયા હતાં આ ઉલ્કાપિંડને કારણે જ માર્સ ઉપર ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ માર્સકવેક આવ્યો હતો સમગ્ર સૌરમંડળમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઉલ્કાપિંડની અસર હતી. આમ તો આ ઉલ્કાપિંડ એટલો વિશાળ નહતો જો આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો હોત તો તે પૃથ્વીના વાતાવરણમાં જ સળગી ગયો હોત પરંતુ માર્સનુ વાતાવરણ પાતળું છે તેથી તે ઉલ્કાપિંડોને રોકી શકતું નથી!

હવે અહીં એક રસપ્રદ વાત એ બની હતી કે ક્રેટર માંથી બહાર ફેંકાયેલ મટીરીયલમાં બરફના ટુકડા, જે ક્ષીણ થઈ ગયેલા(નીચેના ફોટોમાં સફેદ કલરના જોવા મળે છે) ક્રેટરની આસપાસ જોવા મળ્યા હતાં જેના ઉપરથી એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ ઉલ્કાપિંડ જ્યાં ટકરાયો હતો તે જમીનની નીચે બરફનો વિશાળ જથ્થો હોઈ શકે છે, જે ભવિષ્યમાં એસ્ટ્રોનટ્સને માર્સ મિશનમાં ઘણી રીતે મદદરૂપ બની શકે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111841886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now