(૧)
મહેફિલમાં,
સાદ પડ્યો
તારા નામનો અને
યાદ આવ્યુ
ઘણું જ બધું!
(૨)
એક સાથે જ
ખુલ્લી ગયા છે
તારી યાદોના તાળા
માર્યા હતા મેં
કોઈ આશયથી!
(૩)
હતો આશય,
ફક્ત એટલો
કે હવે ભૂલી જવું છે
મને આપેલી
તેં એ યાદોને!
(૪)
નથી થઈ હું
હજુ નિર્દય
એટલી કે તું આવે
અને સ્વાગત
કરું નહિ હું!
(૫)
પરવાનગી છે
હતી ને રે'શે,
તું આવી જ શકે છે,
તારી મરજી
પ્રમાણે જ ને?
(૬)
ચલાવી છે તેં
તારી મરજી
તો હવે ચલાવે છે
કોણ એ બધું
મારી માફક?
(૭)
તને યાદ કરું
પણ તને હું
યાદ આવું છું કે
નહિ! કહેજે
એ જરા મને!
(૮)
કોશિશ કરું
છું ભૂલવાની
તને અને તો પણ
તું આવી જાય
છે યાદ મને!