ડૂબતો હતો સૂરજ ને જિંદગીઓ ડૂબી છે,
ઝૂલતા પુલની તાર ભ્રષ્ટાચારમાં છૂટી છે.
કાદવમાં ફસાઈને મર્યા અનેક માનવી જ્યાં,
રહેનુમાઓ એ વાહ વાહમાં સભા લૂંટી છે.
છુપાવી રહ્યા છે તે કર્મ એ રંગોના ઓઠમાં,
હાય, લોકતંત્ર મેં કેવી આ જમાત ચૂંટી છે.
ભભકો દેખાડે છે એ લોકો માતમના સમયે,
બધા જ એ ગીધો છે, લાશને પણ ચૂંથી છે.
નથી ઠંડા થયા હજુ એ અંગાર સ્મશાનમાં,
સંવેદનાના ઢોંગ કરતી, તંત્રનું વાત ખોટી છે.
નથી વર્ણન કરવું મારે, ખૂબ તૂટ્યો છું રાતે,
લખતા પાપ તંત્રના મનોજ શાહી ખૂટી છે.
મનોજ સંતોકી માનસ