રંગ રોગાન થાય છે, લાલ જાજમ પથરાય છે,
ને આમ જ મોરબીની પ્રજાની મશ્કરી થાય છે.
માતમમાં છે મારું પૂરું મોજીલું મોરબી શહેર,
રાતો રાત એક હોસ્પિટલ દુલહન બની જાય છે.
જોવો ખેલ તમે મોત પર કેવા કેવા તાયફા થાય,
ત્રણ દેહ એક પથારી પડ્યા, નવા બેડ લવાય છે.
વંચિત રહ્યું છે પ્રાથમિક સુવિધાથી મારુ મોરબી,
પહેરી શ્વેત વસ્ત્રો ગીધો શાકાહારી બની જાય છે.
રહ્યું અસફળ તંત્ર, પ્રધાન આવતા જાગતું થયું,
બાકીના દિવસોમાં એ કુંભકર્ણ બનું સુઈ જાય છે.
બસ કરો તમારો આ તમાશો, મૃતકોને ખલેલ પડે,
મનોજ માનવતાના ખેતરને નરાધમો ચરી જાય છે.
મનોજ સંતોકી માનસ