આજ મોરબી હીંબકે ચડ્યું છે,
શુ કોઈ ને ડૂબતું બાળ મળ્યું છે?
ઝૂલતા પુલમાં ઝૂલી ગયું જીવન,
ને અકાળે જીવને મોત મળ્યું છે.
ઉઠાવ્યા છે દેહ અમે બાળકોના,
તમે તો બસ એને મોત ગણ્યું છે.
મર્યા લોકો ને જાગ્યું છે આ તંત્ર,
ભ્રષ્ટ લોકોનું ક્યાં કોઈ તળિયું છે.
ડૂબતા જીવને આંસુ સારી જોયા,
નેતાઓ એ ઠીક પ્રભુ તે શું કર્યું છે?
ક્ષમતાથી વધુ ભરાય ગયા લોકો,
ટોળું હતું લોકોનું કોઈએ રોકયું છે?
હરેક બનાવને જોવાય રાજનીતિથી,
મનોજ ક્યાં કોઈ ભ્રષ્ટનું આંસુ શર્યું છે.
મનોજ સંતોકી માનસ