છેલ્લી ટિકિટ
કોણ ભરપાઈ કરશે આ આંસુ ઓ ના બોજ ની,
આંગણે ડૂમો ભરી બેઠું કોઈ આ ક્ષણ કોનાં દોષ ની,
પરિવાર ના માળા વિખેરાઈ ગયા એમાં ભૂલ કોની,
છાપરે ચડી પોકારે આક્રંદ આ સજા કોનાં પાપ ની,
ભોગવશે કોણ આ વેદના પોતિકાઓ નાં વિરહ ની,
હતો ઘડી ભર નો ઉલ્હાસ પણ આ સજા ક્યા ભવ ની,
તાકાત નથી રહી હવે આ કપરા આઘાત સહન કરવા ની,
નિસાસા ધૂંધવાતા રહ્યા આ ધુમ્મસ માં હવે આશા નથી ફૂલ ખીલવા ની,
હૃદય માં શુળ ખૂંપી ચાલ્યા ગયા હવે ઘા માં રૂઝ નથી આવવાની,
ઉઝરડા તો કાયમ રહી જશે નથી પડી કોઇ ને મલમ લગાવવા ની,
જવાબદાર કોણ થશે આ નિર્દોષ માસૂમ ના મોત ની,
છીનવાય ગયો સધિયારો કેટલાએ ઘરડા માં બાપ થી,
વલોપાત વલખાં મારી કહે શું કિંમત હશે આ મોત ની,
ખબર ના હતી કે હશે છેલ્લી ટિકિટ આ સસ્તી જિંદગી ની.
લે. નિરવ લહેરું (ગર્ભિત)
તા. ૧/૧૧/૨૨