વર્ષોથી બંધ હતો એ પુલ,
રાહ જોતાં સ્થાનિકો,
ક્યારે માણીશું મજા એની?
આવ્યું આખરે આ નવું વર્ષ,
થયો ખુલ્લો એ પુલ.
દોડ્યા લોકો હરખભેર
માણવા એ પુલનો ઉમંગ.
પણ.....
આ શું?......
તૂટ્યો આ પુલ તો આજે,
વધી જતાં વજન.
ગુમાવ્યાં જીવ લોકોએ,
અને જુઓ તો આ નાનાં બાળ.
જોઈ પણ નહીં દુનિયા જેમણે,
અને મીંચી આંખો સદાયને માટે.😢
ખોવાયા કેટલાંય બાળ
માતાપિતાથી, તો
ખોવાયા સ્વજનો એકબીજાથી.
પ્રાર્થના પ્રભુને કરવજો મિલન
આ ખોવાયેલાઓનુ.
ન લાવજો એવો સમય કે
ખબર પડે નથી રહ્યાં એમનાં સ્વજનો.
મોરબી દુર્ઘટનાનાં તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ.
🙏🙏🙏
ખરેખર ખૂબ જ દુઃખદ દુર્ઘટના.