અમારું #પાટણ Gj:24
ઐતિહાસિક નગરી અણહિલપુર પાટણ એટલે લોકમાતા સરસ્વતી નદીને કાંઠે વસેલું સ્વચ્છ શહેર એટલે પાટણ.જિલ્લાનું મુખ્ય મથક અને મહત્વનું શહેર એટલે અમારું પાટણ.પાટણથી સિદ્ધપુર,ઊંઝા, બહુચરાજી,વરાણા,દેવ,નગર તેરવાડા, કુણઘેર,આલુવાસ,વ્રજવાણી,મોમાઈ મોરા, ડીસા,પાલનપુર,અંબાજી,આબુ,ગેળા હનુમાનજી,નડાબેટ અને પાકિસ્તાન ભારત બોર્ડર,વાછડા બેટ,ઝીંઝુવાડા,પાટડી,મોઢેરા,મહેસાણા,મરતોલી,તારંગા,વડનગર,ઇડર જેવા તીર્થનાં સ્થળો આ શહેરની ચારો તરફ નજીક થોડા કિલોમીટરે આવેલાં છે.અને બધે જ સ્થળે જવા માટે ટનાટન હાઇવે છે.
પાટણમાં કુણઘેર રહેવા અને જમવા માટે અધ્યતન ધર્મશાળા છે.વરાણા માતા ખોડિયાર સંકુલ માં પણ રહેવા જમવાની સુવિધા છે.
દરેક યાત્રીને એવું મનમાં છે કે ઉત્તર ગુજરાતમાં માત્ર અંબાજી,આબુ જ જોવાલાયક છે.પરંતુ અગાઉ દર્શાવેલ તમામ સ્થળે હવે સમયસર જાઓ તો વ્યવસ્થા છે.પાટણ સરસ્વતીને કાંઠે મેલડી માતાના મંદિરે ધર્મશાળા બની રહી છે.ચાણસ્મા નજીક ભવ્ય જલારામ અને ગાયત્રી મંદિર પણ છે.ઊંઝા નજીક ઐઠોર ખાતે ગણપતિ મંદિરે પણ રહેવાની ઉત્તમ સગવડ છે.તેમજ ઉમિયા મંદિરે પણ સરસ વ્યવસ્થા છે.એટલે કોઈ પણ યાત્રીને આવવા જવા માટે અને રહેવા માટે સગવડ મળી રહે છે.અહીંના ટ્રસ્ટ અને ટ્રસ્ટના જવાબદારોએ ખુબ સારી વ્યવસ્થા કરેલી છે.આપને આબુ અંબાજી હોટલ ધર્મશાળા જગ્યા ના મળે તો નજીકના કોઈ પણ સ્થળે હવે રોકાવાની વ્યવસ્થા છે.
સાથે સાથે પાટણથી મુંબઈ,ભુજ,શિહોરી,ભગતની કોઠી,અમદાવાદ,મહેસાણા વગેરે જવા માટે રેલવે વ્યવહાર ચાલુ છે.સાથે સાથે પાટણ ડેપોથી દ્વારકા,સોમનાથ,અંબાજી, બહુચરાજી,ચોટીલા,સુન્ધા માતા,શામળાજી, માતાનો મઢ જવા એસટી બસ ડેપોથી મળી રહે છે.
માટે કોઈ યાત્રીને ઉત્તર ગુજરાતમાં હવે ઘણાં ધાર્મિક સ્થળો છે.હવે રોકાવાની અગવડતા પડતી નથી.પાટણમાં જોવા લાયક મુખ્ય રાણીની વાવ,સાહસ્ત્રલિગ તળાવ,મેલડી મંદિર,સિંધવાઈમા, હરિહર મહાદેવ પંચાસરા પાશ્રનાથ એમ અનેક સ્થળો જોવા લાયક છે.
શહેરની ટીબી ચોકડીએ આવતી આજે "સંત સદારામની" પ્રતિમાનું અનાવરણ થવાનું છે.સાથે પાટણનો નવજીવન બ્રિજ ગઈ એકાદશીથી ખુલ્લો મુકાયો છે.અને બીજા બ્રિજનું નિર્માણ કામ ચાલુ છે.એટલે યાતાયાતની તકલીફ હળવી થઇ જશે.ખુબજ સુંદર, હરિયાળુ,સ્વચ્છ નગરની ઉત્તરદિશા તરફ માતા સરસ્વતીનું આ વખતે ડેમમાં પાણી સ્ટોર કર્યું છે.
માટે યાત્રિકોને વિનતી કે અહીંના નાના મોટા હોટલ,મંદિર,ધર્મશાળામાં કામ કરતા કર્મીઓને રોજગારી મળી રહે યાત્રિકોને નવા સ્થળોના દર્શનનો લાભ પણ મળી જાય.
ll एक दिन तो गुजारिये पाटणमे ll
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)