બચપણ મજા માણવા ખેલવા કૂદવા બહેન જ જોઈએ.
માર ખાવા અને ખવડાવવા બહેન જ જોઈએ.
મમ્મી થાકે તો ભાવતું ભોજન ખાવા બહેન જોઈએ
માર પપ્પાનો પડે ત્યારે બચાવવા બહેન જ જોઈએ.
નાની હોય તો સ્કૂલે મૂકવા બહેન જ જોઈએ.
જો બહેન મોટી હોય તો દફ્તર ઉચકવા બહેન જ જોઈએ.
- वात्सल्य