ભાઈ કહેતાં મોઢું ભરાય
બહેનનો એ રક્ષક
માંગી વચન રક્ષાનું
રક્ષાબંધને ભાઈ પાસેથી,
જમાડે ભાઈને વ્હાલથી
ભાઈબીજનાં દિને.
કોઈ ન તોડી શકે ક્યારેય,
મજબૂત બંધન ભાઈ બહેનનું!
બહેનને વ્હાલો ભાઈ સદાય,
હોય ભલે નાનો કે મોટો.
પિતાની ખોટ પુરતો ભાઈ,
ભલે ન બની શકે પિતા જેવો,
પણ બહેનને સાચવે પિતાની જેમ!
તમામ ભાઈઓને પાઠવું,
ભાઈબીજની શુભકામનાઓ
આજે હું ભાવથી.
#BhaiDooj