ભુલી જાવો વેર ઝેરને, સ્નેહની ધારા વહાવજો વર્ષભર.
છોડી દેજો મનનો મેલને,મન પાવન રાખજો તમે વર્ષભર.
સઘળાં દુઃખો ભુલાવીને,સદાય ખુશ રહેજો તમે વર્ષભર.
સંબંધોની કડવાશ છોડી,સંબંધોને મધુર રાખજો વર્ષભર.
કોઈ આપી જાય દિલમાં ઘા તો, મન મોટું રાખજો વર્ષભર.
આંખોના અશ્રુ ત્યજીને, સ્મિત અપનાવજો તમે વર્ષભર.
નાનાને વ્હાલ અને વડીલોને આપજો માન તમે વર્ષભર.
જોયેલાં તમારાં સ્વપ્ન કરી દેજો સાકાર તમે વર્ષભર.
કરું મંગલકામના ઈશને,સદાય હસતાં રહો તમે વર્ષભર.
આશ કરું દિલથી, માગ્યું મળે તમને સદાય આ વર્ષભર.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan