Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિદાયની વેળા સદાય વસમી
હોય વિદાય દિકરીની,
કે હોય વિદાય દીકરાની,
સ્કૂલમાંથી લઈએ વિદાય,
કે હોય વિદાય કોલેજમાંથી
સદાય આ વિદાય વસમી.
વસમી વિદાય સ્વજનોની,
વસમી વિદાય પ્રિયજનની.
વિદાય તો વસમી ત્યારે પણ,
ખાલી કરીએ જ્યારે જૂનું ઘર
અને જઈએ રહેવા નવા ઘરે...
મળતાં જ નવો દેહ
ભૂલાઈ જાય છે દેહની વિદાય,
પણ જીવતાંજીવ ક્યારેય
ન ભૂલાય કોઈ પણ વિદાય.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111839342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now