સંબંધો ની સુંદરતા
"હું" એકલો "બોલી" શકું,
"પરંતુ"
સાથે મળીએ તો જ "વાતો" કરી શકાય.
"હું" એકલો "આનંદ" માણી શકું,
"પરંતુ"
સાથે મળીએ તો જ "ઉજવણી" કરી શકાય.
"હું" "સ્મિત" કરી શકું,
"પરંતુ"
સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય" કરી શકાય.
આ જ "સુંદરતા" છે "સંબંધો"ની,
સંબંધો બંધાય છે સ્નેહથી,
વિકસે છે વ્હાલથી,
પણ
સચવાય છે માત્ર "સમજણથી"......
ગમતાં સંબંધો સાચવી રાખજો ,
જો એ ખોવાશે તો
ગુગલ પણ નહીં શોધી શકે...!!!
દરેક સારા સંબંધમાં એક
સારા માણસનું રોકાણ હોય છે.
"આ વિક્રમ સંવત વર્ષનું છેલ્લું અઠવાડિયું છે, આપણા સૌના સંબંધોની મીઠાશ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ.."
સુપ્રભાતમ્
🏵️🙏🏻🙏🏻🏵️