Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એ ક્ષણ દિવાળી"

કોઈ ગમતીલું
લાંબા વિયોગ બાદ
અચાનક મળી જાય,
ને હૈયે હરખની હેલી પડે
એ ક્ષણ દિવાળી.

પ્રિયજન આમ અમસ્તુજ સાવ
નજીક આવી ને
ગાલ પર ટપલી મારે અને,
શરમ થી પાંપણ ઢળી પડે
એ ક્ષણ દિવાળી.

કોઈક મજાનો સાથી
ક્યારેય પાછું વળી ને નહિ જુએ
એવી ખાતરી હોય અને,
ઓચિંતો જ આંગણે આવી ચઢે
એ ક્ષણ દિવાળી.

જીવન ની સમી સાંજે,
વાળ ની લટ્ટ માં સફેદી હોય
અને ચહેરે આછી કરચલી હોય
તોયે પ્રિયતમ કહે
તું હજીયે જુવાન લાગે છે
એ ક્ષણ દિવાળી.

આપ સર્વે ને દિવાળી ના આગમનની શુભકામનાઓ .

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111839175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now