Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌને જય માતાજી..
હવે દિવાળીમાં મીઠાઈ બનાવો તો પરિવાર પૂરતી નહીં થોડી વધુ બનાવજો કેમકે આડોસ પાડોસ રહેતાં પરિવારમાં બાળકોને પણ આપજો.કેમકે કોઈના ઘેર શૉક હોય ત્યાં પ્રસાદ રૂપ પહોંચાડજો.
દિવાળીમાં નાના ભૂલકાં કરીંગડાનાં કોડિયા બનાવી ઘેર ઘેર ફરી દિવેલ ઉઘરાવી દીવડાંમાં તેલ પુરી એ દીવડાં જેને ઘરે શૉક છે કે દિવાળીનો ઉત્સવ મનાવી શકે તેવી પુંજી નથી,તેમને ઝરૂખે ટોડલે આ દીવડાં મૂકીને સૌને હળીમળી રહેવાનું સમજાવે છે.સૌને ઘેર દીપક જલતો રહે,તેવી મૂક પ્રાર્થના છે.
બીજું કે આપણે ત્યાં ચૂલે થતી.મીઠાઈની સોડમ આજુબાજુ પ્રસરે છે,ત્યારે દરેકને એ સ્વાદ માણવાનું મન થાય એ સ્વાભાવિક છે."વહેંચીને ખાઈએ તો પ્રસાદ બને અને ઘરને ખૂણે એકલાં ખાઈએ તો ભગવાનનાં ચોર કહેવાઈએ"માટે આપણને બીજાં કરતાં પાંચ રૂપિયા વધુ સુખ આપ્યું છે,તેનું કારણ તમેં પરદુઃખે દુઃખી અને કારુણ્ય દિલ ધરાવો છો.તમારા ઉપર ભગવાનનો વિશેષ હાથ છે.ભગવાને તમને સંપૂર્ણ બે હાથ અને પગ આંખ આખું શરીર નિરોગી આપ્યું છે કેમકે તમેં પરદુઃખભંજક છો.પરપીડા સમજી શકો છો.માટે થોડામાં થોડું વહેંચીને જ જમો...
નવાં કપડાંનો થપ્પો તમારા કબાટમાં છે.તમેં દર-તહેવારે વરસે નવાં બ્રાન્ડેડ કપડાં ખરીદો કે સીવડાવો છો.જૂનાં કપડાં વરસો સુધી પડ્યાં રહી સડી જાય છે."આજની ફેશન આવતી કાલની જુનવાણી છે." માટે જરૂરતમંદ બેન,ભાઈ,મજૂર,ગરીબ કે તમારું મન જ્યાં આપવા રાજી થતું હોય ત્યાં આપી દો.કેમકે તેને ઘેર દિવાળીમાં તેનાં બાળકો ખુશ થશે તો તમારા તહેવારનો વહેવાર સુધરી જશે.
ફટાકડા આપણે ઓછા ફોડશું તો ચાલશે.કેમકે તેમને આપશું તો તેનાં બાળકો રાજી થશે..
"એ ગરીબ છે,એટલે જ આપણે પૈસાદાર છીએ." મજૂર સખત મજૂરી કરી એ આપણા માટે ઘર,ખેતી,રોડ,દુકાન,ઓફિસ કે અન્ય કઠિન કામ જાતે નથી કરી શકતાં ત્યારે આપણે મજૂર કરીએ છીએ.એમને ગરીબાઈમાંથી બહાર લાવી દરેક બાબતે કૅર લેશું તો સાચા અર્થમાં દિવાળી ઉજવી ગણાશે.આપણી દિવાળી સુધરી જશે.
ઘણાં ભાઈ બહેનોને આ વાત નહીં ગમે તેમને ભગવાન સુખી રાખે અને જેને આ વાત ગમે તો થોડો અમલ કરજો.જો જો તમારો આતમો રાજી થશે.એ જ આતમો એટલે ભગવાન.
આવતી કાલની "રમાએકાદશી થી ભાઈબીજ" સુધી તહેવારની હરમાળા માટે ખૂબ ખૂબ નમન અભિનંદન.... 👏🏿
- સવદાનજી મકવાણા(વાત્ત્સલ્ય)

Gujarati Motivational by वात्सल्य : 111839154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now