Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણને શીખવવાનું કામ શાળા કરતાં વધુ આપણી આજુ બાજુના પરિબળો કરે છે.

આપણને પ્રથમ ભાષા પુસ્તક કે શાળાએ નહીં ઘરના સભ્યોએ શીખવાડી. રોજ માં, બાપ, ઘરના બીજા સભ્યો એક એક શબ્દ કહીને શીખવાડે અને આપણે પહેલાં એ શબ્દનો અર્થ સમજ્યા અને પછી બોલતા શીખ્યા. શાળામાં જઈને એ શબ્દ ફકત લખતા વાંચતા શીખ્યા.

સાઇકલ શીખવા કોઈ શાળાએ નથી જતું, ભાઈ બહેન મિત્ર માબાપ કોઈ પણ વ્યક્તિ સાઇકલ શીખવાડે અને આજીવન આ કામ લાગે.

કુકિંગ વગેરે લોકો ઘરે જ શીખે છે, ક્લાસીસમાં તો ફક્ત ટાઇમ પાસ કરવા લોકો જતાં હોય છે. મમ્મી જેવું ખાવાનું બનાવતા મમ્મી પાસેથી જ શીખવું પડે.

ક્રિકેટ ભલે ગલીમાં રમ્યા પણ એ શીખવા હું કોચિંગ નહોતો ગયો, ભાઈબંધો સાથે જવાનું, એક વખત બેટ પકડો કે બોલ પકડો , બીજાને રમતા જુઓ, આપણને આવડી જાય. હા ખુબ પ્રોફેશનલ રમવા આગળ માર્ગદર્શક જોઈએ. ત્યાં સુધી તો ૯૯.૯૯% લોકો જતાં નથી.

કહેવાનું તાત્પર્ય એ છે કે શાળામાં અક્ષર જ્ઞાન શીખવાનું છે અને બાકી બધું દુનિયામાં કોક જગ્યાએથી પરિબળોથી શીખવાનું મળી જશે.

છોકરાઓને નાની ઉંમરે ટ્યુશન મોકલવા કરતા એ બધું શીખવા પ્રેરીરીએ જે શાળા અને પુસ્તકો નથી શીખવવાના .

મહેન્દ્ર શર્મા ૨૦.૧૦.૨૦૨૨

Gujarati Quotes by Mahendra Sharma : 111839075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now