“ અમર સંદેશ.”
પોતાને માટે તો બધાં જ કરે.જે પોતાને માટે કરો છો તે
અહીં જ મુકીને ચાલવાનું છે. સાથે કાંઇ આવવાનું નથી.
જે બીજાને માટે કરો છે તે જ સાથે આવશે.બીજાને માટે
કરવાથી તમને શાંતિ અને સંતોષ સાંપડશે. જ્યારે
જવાનો વખત આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને
કહેશે કે મેં કોઇનું કંઇ બગાડ્યું નથી.જીવનને હું જે રીતે
સમજતો હતો તે રીતે જીવવાની પ્રામાણિક કોશિશ મેં
કરી પંચમહાભૂતના શરીરને છોડતી વખતે આ
આત્મસંતોષ એ આત્મતૃપ્તિ જ તમારી સાથે આવશે.
🙏🏻