બેઠી છું હું રાહ જોઈ સનમની,
કર્યો છે વાયદો એને આવશે એ રાત પહેલાં.
રાત પડી ગઈ અને નિહારું હું ચંદ્રને,
દેખાય ઝાંખી સનમની એ ચંદ્રમામાં પણ મને.
મળું છું એને હું આજે અહીં,
રૂબરૂમાં નહીં તો મનથી...
જોઈ ચાંદો યાદ કરું એને,
ચાંદ તો જતો રહેશે સવારે,
હું અહીંયાં જ હોઈશ રાહ જોતી...
-Mrs. Snehal Rajan Jani