Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવરણ વગર ફરી રહ્યા છે ભૂખ્યા બાળ,
કોઈ ફેલાવે લાંબો હાથ આપો છો તેને ગાળ.

માતા ભારતીના છોકરા સુવે છે ભૂખ્યા પેટે,
જોઈ લ્યો વસ્તી ગરીબની વિકાસ લાગે છેટે.
રખડી પડ્યું છે દેશનું ભવિષ્ય છે કોઈને ભાળ?

માતાની છાતીના હવે દૂધ પણ સુકાઈ રહ્યા,
કુપોષણના ભયાનક દિવસો હવે દેખાઈ રહ્યા.
એકને પકવાન, એકને ન રોટલો, કેવો છે કાળ.

છતાં કપડે નગ્નતાના જાહેતમાં નાચ થાય છે,
બાપના હાથે દીકરી બલી પર ચડી જાય છે.
ભુવના કહેવાથી બલી ચડી ગઈ છે એક બાળ.

રાવણને ન કરો બદનામ, દીકરી એને મારી નહોતી,
જૂનાગઢના એ દૈત્યની નિયત પણ સારી નહોતી.
મનોજ કેટલા દર્દ સહન કરી છૂટી હશે નાની બાળ.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111838480
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now