પીળા પાંદડાની પીડા
શાખ કહે....
"પાંદડું લીલું ને રંગ રાતો", તું તો કંઈક એવું ગાતું હતું, શાખે કટાક્ષ કરતાં કહ્યું;
પણ તને તો માનો પીળ્યો ન થયો હોય, તેમ તું તો, આજે થર થર કાંપી રહ્યું છે
તેંતો નાની ઉંમરમાંજ વર્ષા, ઠંડી, ગરમીની ઋતુ અધિક માત્રામાં સહી છે".
પાનદડું કહે......
"હા, હતો મને પોતાના ઉપર અને તારી ઉપર ભરોસો, તું ઠીક કહી રહી છે"
"પણ સમજમાં આવી છે મને આં વાત, નદીનાં નીરની જેમ આયુષ્ય વહયું જાય છે"
હવે તારાથી બહુ દૂર મને હવા લઈ જશે ઉડાડીને, વાયરો આજે જોરમાં વાય છે;
જીવનમાં વસંત ટૂંકી અને પતઝડ લાંબી હોય છે; અને ખરી પડવાનું પણ નાક્કીજ હોય છે."
Armin Dutia Motashaw