કૃષ્ણ બની મળે તો હું રાધા બની જાઉં,
ભક્તિ કરી ગિરીધરની હું મીરાં બની જાઉં..
મનનાં વૃંદાવનમાં નિત્ય વિચારી વ્રજધારીને,
અજવાળી રાતે રાસ રમતી ગોપીઓ બની જાઉં..
પ્રિયતમને લખી પ્રેમ પત્ર આજીવન સાથે રહેવા,
મોરપંખ મુકુટ ધારી શ્રી કૃષ્ણની રુકમણી બની જાઉં..
જાણું છું હું નથી સક્ષમતા રાધા, રુકમણી, મીરાં જેવી,
જો આપે હક તો તારી પ્રિય સખા દ્રૌપદી બની જાઉં..
સમર્પિત કરી જાત હું શાશ્વત પ્રતીક્ષા થકી,
નશ્વર દુનિયામાં પ્રેમનો સાચો અર્થ બની જાઉં..
દર્શના રાધે રાધે