આરોપ દગાખોરીનો મેં સ્વીકારી લીધો,
ન કહ્યું તમને કે કેમ કુંડાળામાં પગ મૂક્યો.
વરસોનો સંબંધ આપણો, પણ તોયે
મને લાગ્યું કે છે ફક્ત એ મારા પગારનો.
તમારા સંબંધો માટે મેં મારા બધા છોડ્યા,
પણ હવે તો છે સવાલ મારા સંતાનનો.
દરેક સમયે સંતાનો મનાવી લઉં છું,
પણ ડર છે યુવાનીના ઉંબરે એમને ખોવાનો.
જઈ રહી હતી હું માનસિક અસંતુલનના ધ્વારે,
જીવવા માટે ખુદની સાથે જંગ છેડાયો.
ઉપેક્ષા દરેક વખતે તમારી મારા તરફ હતી,
અને એ સમયે મને એક સથવારો મળ્યો.
ન રુબરુ મુલાકાત હતી ન કોઈ વાયદો,
બસ મેસેજ થકી વાતનો સિલસિલો હતો.
અપમૃત્યુના વિચારોને હકારાત્મક સોચ મળી,
જીવન જીવવાનો નવો મને વિચાર મળ્યો.
અંગત બાબતોની ક્યારેય કોઈ ચર્ચા હતી,
વાત થતી તો એના ને આપણા સંતાનોની
તમને લાગ્યું મેં તમારી સાથે દગો કર્યો,
પણ આ તો જીવવા માટે ઓક્સિજન હતો.
કેવી રીતે સમજાવું તમને, કે એ તો મારા
અપમૃત્યુને પાછળ ઠેલનાર હતો.
જો એ સમયે મેસેજ થકી આ વાતો ન હોત,
તો કદાચ મારા સંતાનો આજે નોંધારા હોત.