થયો જન્મ કૃષ્ણનો કારાવાસમાં,
મનાવ્યો હરખ વસુદેવ દેવકીએ.
પૂરો થાય આ હરખ ત્યાં જ,
આવી ગયો સમય જુદાઈનો.
હરખ ફેરવાયો શોકમાં.
મનાવવોં હતો એમણે ઉત્સવ,
પોતાના પુત્રના જન્મનો,
પણ કરી દેવો પડ્યો એમણે,
નવજાત પુત્રને દૂર...
પૂરી થઈ એમની ઈચ્છા,
મનાવાયો જન્મનો ઉત્સવ
એ નવજાત બાળનો,
ગાઈને સુંદર મજાનાં ગીતો...
"નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયા લાલકી...
હાથી ઘોડા પાલકી,
જય કનૈયા લાલકી"
#Krishna