શીર્ષક - "પ્રેમ કે આકર્ષણ"
ઇંતેજાર એમનો રહેતો હતો મને ક્ષણ ક્ષણ;
પથરાયેલી રહેતી સદા એમની રાહમાં પાંપણ;
ભૂલવા નહોતો દેતો અમને, વરસતો વરસાદ!
રોજ સવારે શબનમ કરાવતી એમનું સ્મરણ;
છતાં દિલ ને દિમાગ વચ્ચે થતું રહે છે ઘર્ષણ,
એ હતો પ્રેમ કે પછી એ હતું ફક્ત આકર્ષણ;
જો નાદાનિયતમાં પસાર થયા હતા એ દિવસો,
તો મિલનની આશ કેમ જગાવે છે મન આજ પણ;
હાથની હસ્તરેખામાં લખાયો હશે એમનો અભાવ,
એટલે વિધાતાએ પણ ન લખ્યું અમારૂં સગપણ;
અસમંજસમાં છે આજ પણ નાદાન દિલ "વ્યોમ"
એમના આવ્યા પહેલાં જ આવે નહીં ક્યાંક મરણ;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.