પ્રીત કરી પરમેશ્વરને, ભજું હું અંતઃમનથી,
આસ્થા તુજમાં રાખી, નમું હું પથ્થર દિલથી,
હર તિથિ વારને આસ્થા, કરું હું ઉપવાસથી,
અભિષેક-ધૂપ-દીપ-કીર્તન, કરું હું પાઠ સ્મરણથી,
જાહેર કરું તુજ પ્રીતને, ફરીને ચારધામથી,
દાન-પુણ્ય-સેવા-ભક્તિ, કરું હું ભક્તિભાવથી,
ખુબ ભજું હું પથ્થરના શિવને,
તો દોસ્ત! કેમ છે વેરઝેર?
જીવ જીવમાં વસતા શિવથી!
#Shiva