હું તો તારા પગલે પગલે ચાલું.
તારી પદરજની ભવ્યતા માણું.
ના પરિચય મારે કોઈ બીજાનો,
તને હું મારો પોતાનો પિછાણું.
તુ આગળ આગળ ચાલજેને,
પાછળ ગાઉં તારું બસ ગાણું.
અગમ અગોચર પંથ આપણો,
મારો હમસફર તને હરિ જાણું.
ના ડર આંધી તુફાનનો લાગતો,
ભલેને વીતી જાય વર્ષોનું વ્હાણું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.