શીર્ષક :- "કફન કોરું ભલું"
ઉજાસમાં પણ અઘરું હોય છે રહેવું એકલું;
ક્યારેક, ક્યારેક તો હસવું પડે છે ઉપરછલ્લું;
મતલબી દુનિયામાં પડછાયો સાથ ન દે ત્યારે,
મિત્રો હોય જો સંગાથે તો અંધારું પણ ભલું;
ત્રાજવું લઇ બેઠો જ્યારે હું સંબંધોને તોલવા,
હર વખત જોયું મિત્રતાનું નમતું ગયું છે પલ્લું;
તાળી મિત્રો ભલે હોય જીવનમાં લાખ, હજાર!
સંકટ સમયે જે વ્હારે આવે શ્રેષ્ઠ એ તણખલું;
જીવથી અઝીઝ મિત્રો માટે આપી શકું પ્રાણ,
નહીં કરૂં પાછી પાની કે નહીં કરૂં કોઇ ગલુંતલું;
ના સજાવશો મારી નનામીને પુષ્પોથી "વ્યોમ"
ચગદાય *સુમન* મારાથી, એથી કફન કોરું ભલું;
...©વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર